વૈદિક હોળી એટલે શું?
વૈદિક હોળી એટલે જેમાં દેશી ગૌમાતા ના છાણા ( ભેંસ કે અન્ય જાનવરના છાણા વૈદિક હોળી માટે ઉપયોગી નથી), ગાય નું ઘી, ઔષધિનું તેલ જેવી અનેક વસ્તુઓ નો ઉપયોગ થાય છે, જે સારા વાતાવરણ માટે ખૂબ અનુકૂળ છે, જેનું પ્રાગટ્ય વાતાવરણ ને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવે છે. જ્યાં બીજી તરફ આપણે ત્યાં દરેક સોસાયટી, ગલી, પોળ, મોહલ્લા માં હોળી પ્રાગટય થાય છે. જેમાં લાકડા નો ઉપયોગ થાય છે, પર્યાવરણ બચાવવા પર્યાવરણ ના રક્ષકો 🌳🌳ને જ કાપવા માં આવે છે. તથા બિન ઉપયોગી ચીજ વસ્તુઓ ને પણ હોમવામાં આવે છે જે આપણા પર્યાવરણ ને ખૂબ હાની પહોંચાડે છે. ફાયદા કરતા નુકસાન વધુ થાય છે.


સામાન્ય હોળી ❌
લાકડાનો ઉપયોગ
વૃક્ષોની કાપણી
કચરો હોમવામાં આવે
પ્રદૂષણ વધે
નુકસાન વધારે
સામાન્ય હોળી vs વૈદિક હોળી
વૈદિક હોળી ✅
ગૌછાણા અને ઔષધિ
પર્યાવરણનું રક્ષણ
પવિત્ર સામગ્રી
વાતાવરણ શુદ્ધ
લાભ વધારે


આપણા સમાજની થોડી જાગૃતતા તથા સમજપૂર્વક ની માનસિકતા આપણા પર્યાવરણ ને, સમાજને, જીવન ને સુખી અને સ્વસ્થ બનાવી શકે છે. આવો આપણે સૌ એક સમજદાર અભીગમ અપનાવીએ, સમજદાર નાગરિક બનીયે અને આપણા પર્યાવરણ અને સંસ્કૃતિ નું જતન કરીએ.
આ વસંત ઉત્સવ ની ઉજવણી વૈદિક હોળી ના માધ્યમ થી કરીએ અને કરાવીએ. આપણા સોસાયટી,ગલી,પોળ,મોહલ્લા માં વૈદિક હોળી કરવાનો આગ્રહ રાખીએ. આપનો પ્રયાસ ગૌમાતા ના સંવર્ધન અને સંરક્ષણ માટે ઉપયોગી થશે.
આપના એક વૈદિક હોળીનો નાનકડો પ્રયાસ થી ગૌમાતા, પર્યાવરણ અને સંસ્કૃતિ ત્રણેવ બચશે.
આ મેસેજ વધુ માં વધુ લોકો સુધી પહોંચાડી પર્યાવરણ તથા ગૌમાતા ની સેવા માં સહભાગી બનીએ
